Tumgik
#gujaratinewspaper
vatannivat · 11 months
Text
Tumblr media
ભારતે ફરી રચ્યો ઇતિહાસ, SAFF ટુર્નામેન્ટના 14 વર્ષના ઈતિહાસમાં ભારત નવમી વખત બન્યું ચેમ્પિયન
- SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં કુવૈતને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવીને ભારતે ટાઇટલ પોતાના નામે કર્યું
- ભારતે મજબૂત લેબનોન સહિત તમામ ટીમોને હરાવીને ટ્રોફી જીતી હતી
- ટીમ ઈન્ડિયા લેબનોનને હરાવી 13મી વખત SAFF કપની ફાઇનલમાં પહોંચી હતી 
ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં સતત બીજી મેચ જીતીને ટાઈટલ જીત્યું
ભારતીય ટીમે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ એટલે કે SAFF ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે. સાદી ભાષામાં કહીએ તો ટીમ દક્ષિણ એશિયાઈ ફૂટબોલની ચેમ્પિયન બની ગઈ છે. ફાઇનલમાં ભારતે કુવૈતને પેનલ્ટી શૂટ-આઉટમાં 5-4થી હરાવ્યું હતું. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં સતત બીજી મેચ જીતીને ટાઈટલ જીત્યું હતું. આ ટુર્નામેન્ટમાં સામાન્ય રીતે ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો ભાગ લે છે.
લેબનોન અને કુવૈતને મહેમાન ટીમ તરીકે બોલાવવામાં આવી હતી
અફઘાનિસ્તાન 2005માં SAFFમાં જોડાયું હતું. જોકે, 2015માં અફઘાનિસ્તાને SAFF છોડી દીધું અને સેન્ટ્રલ એશિયન ફૂટબોલ એસોસિએશનની સ્થાપના કરી. આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. શ્રીલંકાની ટીમને અયોગ્ય ઠેરવવામાં આવી હતી અને અફઘાનિસ્તાનની બહાર નીકળવાથી માત્ર છ ટીમ રહી હતી. આવી સ્થિતિમાં, વેસ્ટ એશિયન ફૂટબોલ ફેડરેશનની બે ટીમો - લેબનોન અને કુવૈતને મહેમાન ટીમ તરીકે બોલાવવામાં આવી હતી. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા, લેબનોનનું ફિફા રેન્કિંગ 99 હતું, જ્યારે ભારત 101 અને કુવૈત 143માં હતું. ફાઈનલ આવી ત્યાં સુધીમાં ભારત ટોપ 100 ટીમોમાં પ્રવેશી ગયું હતું. તેની રેન્કિંગ 100 સુધી પહોંચી ગઈ હતી. આ સાથે જ લેબનોન 102માં અને કુવૈત 141માં સ્થાને પહોંચી ગયું છે.
1. પાકિસ્તાનને 4-0થી હરાવ્યું
ભારતીય ફૂટબોલ ટીમે SAFF ચેમ્પિયનશિપમાં જીત સાથે શરૂઆત કરી હતી. તેઓએ 21 જૂનના રોજ બેંગ્લોરના કાંતિરવા સ્ટેડિયમમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 4-0થી હરાવ્યું. ભારત માટે આ મેચનો હીરો કેપ્ટન સુનીલ છેત્રી રહ્યો હતો. તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાન પર ગોલનો વરસાદ કર્યો. છેત્રીએ હેટ્રિક ગોલ ફટકાર્યા હતા. તેના સિવાય ઉદંતા સિંહે એક ગોલ કર્યો હતો. આ મેચમાં ઘણા વિવાદો પણ જોવા મળ્યા હતા. ભારતીય કોચ ઇગોર સ્ટિમેકને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું.
2. નેપાળને 2-0થી હરાવ્યું
SAFF ચેમ્પિયનશિપમાં ભારતીય ફૂટબોલ ટીમે નેપાળને હરાવીને સતત બીજી જીત મેળવી હતી. તેઓએ 24 જૂનના રોજ ગ્રુપ Aની તેમની બીજી મેચમાં નેપાળને 2-0થી હરાવ્યું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત તરફથી આ મેચમાં કેપ્ટન સુનીલ છેત્રી અને નોરેમ મહેશ સિંહે ગોલ કર્યા હતા. ભારતીય કોચ સ્ટીમેક પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેથી તે સ્ટેડિયમમાં દેખાયા ન હતા.
3. કુવૈત સાથે 1-1થી ડ્રો રમી હતી 
સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ટીમે 27 જૂને SAFF ચેમ્પિયનશિપ ફૂટબોલમાં કુવૈત સામે 1-1થી ડ્રો રમી હતી. કેપ્ટન સુનીલ છેત્રીના ગોલથી ટીમ ઈન્ડિયાને લીડ અપાવી હતી, પરંતુ બીજા હાફમાં ભારતના અનવર અલીના પોતાના ગોલથી સ્કોર 1-1થી બરાબર થઈ ગયો હતો. આ મેચમાં પણ ઘણો વિવાદ થયો હતો. ભારતીય કોચ સ્ટેડિયમ પરત ફર્યા પરંતુ તેમને બે યલો કાર્ડ બતાવવામાં આવ્યા. આ પછી તેને રેફરીએ મેદાનની બહાર મોકલી દીધો હતો. સ્ટિમેક પર બે મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
4. સેમિફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં લેબનોનને હરાવ્યું
1 જૂનના રોજ, ભારતીય ફૂટબોલ ટીમે SAFF ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પેનલ્ટી શૂટ-આઉટમાં લેબનોનને 4-2થી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે. નિર્ધારિત 90 મિનિટ બાદ મેચ 0-0થી ડ્રો બાદ વધારાના સમયમાં ગઈ હતી. વધારાના સમયમાં પણ બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી. આ પછી મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટમાં થયો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ અહીં શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા 13મી વખત SAFF કપની ફાઇનલમાં પહોંચી છે.
5. પેનલ્ટી શૂટઆઉટમાં પણ કુવૈતનો પરાજય થયો હતો
SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં કુવૈતને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવીને ભારતે ટુર્નામેન્ટમાં અજેય રહેવા અને ટાઇટલ પોતાના નામે કર્યું. મેચની 14મી મિનિટે કુવૈતે લીડ મેળવી હતી, પરંતુ ભારતે બરાબરી કરી લીધી હતી. વધારાના સમય સુધી બંને ટીમનો સ્કોર 1-1 હતો. આ પછી ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં કુવૈતને 5-4થી હરાવ્યું હતું. ભારતીય ગોલકીપર ગુરપ્રીતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે નવમી વખત આ ખિતાબ જીત્યો છે. ભારત અગાઉ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015 અને 2021માં ચેમ્પિયન બન્યું હતું. ટુર્નામેન્ટના 14 વર્ષના ઈતિહાસમાં ભારત નવ વખત ચેમ્પિયન બન્યું છે અને ચાર વખત રનર્સ અપ બન્યું છે.
For more details online visit us: https://vatannivat.com/Post/India-makes-history-again-India-becomes-champion-nine-times-in-SAFF-tournaments-14-year-history/
#World Sports News Update
#Today Vatan Ni Vat News Daily
#Top News Stories Today
#Latest News Ahmedabad Live
#Vadodara Latest News Live
#Latest News From Surat
#Surendranagar Live News
#Rajkot News Today Live
#Today News Gandhinagar
#Gujarat News Headlines
#Latest Entertainment News Headlines
#Breaking News Today Bollywood
#Latest Gujarati Cinema News
#Bharat Live News Today
#Latest World News Today
#Gujarati News Headlines Today
#Newspaper in Gujarat
#Latest News of Gujarat Politics
#Gujarat Business News
#World Travel News Today
#Fashion and Beauty News
#Latest News on Health
#Lifestyle News Online
#Latest Lifestyle News
#Today's E-paper in English
#Daily News Epaper
#Best Weekly Newspaper
#Gujarat Breaking News Live
0 notes
garavigujarat · 1 year
Text
0 notes
icnnetwork · 2 years
Photo
Tumblr media
Gujarat: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी ने आज गुजरात पहुंचकर. एक ही दिन में तीन जनसभाओं के साथ चुनाव प्रचार किया । @yogijiofficial01 @yogiadityanath.club #gujarat #gujaratinews #gujarati #gujaratistatus #gujaratnews #gujaratnews #gujaratinewspaper #indiacorenews #indiacorenewsnetwork #icn #ankshree #india #indian #indianarmy #bjp #bjpindia #bjpleader #bjpnews #bjpvscongress #bjpgujarat #bjpgovernment #bjpgujrat #bharatiyajanataparty #yogi #yogiadityanath #yogiadityanath #yogibabu (at Gujarat) https://www.instagram.com/p/ClHJO41LbY7/?igshid=NGJjMDIxMWI=
0 notes
satyamanthan · 2 years
Text
Tumblr media
0 notes
bjymnaroda · 1 year
Photo
Tumblr media
“ગરીબોની ગરિમા ડબલ એન્જિન સરકાર” ◾કેન્દ્રની નિઃશુલ્ક અનાજ વિતરણ યોજના એક વર્ષ માટે લંબાવાઇ ◾ ગુજરાતમાં અનાજ પુરવઠા નિગમના ગોડાઉનો પર લગાવાશે CCTV કેમેરા “જનસુખાકારીથી સમૃદ્ધિનો વૈભવશાળી પથ રચતું ભારત” #bjymnaroda #lovejoshi4bjym #bjpnaroda #gujarat #gujarati #garvigujarat #bhupendrapatel #narendrabhupendra #gujaratsarkar #cmgujarat #cctv #gujaratpolice #gujaratpolice e #police #foodsafety #garvigujarat #marugujarat #garvigujrat #garvigujarati #gujaratdiaries #gujaratnews #gujaratnewsonline #gujaratsamachar #sandesh #sandeshnews #divyabhaskar #gujaratmitra #gujaratinews #gujaratinewspaper (at Naroda.Ahemdabad) https://www.instagram.com/p/CoKKWcmpkdx/?igshid=NGJjMDIxMWI=
0 notes
makeupbykritika · 3 years
Photo
Tumblr media
#Makeupbykritika #gujaratinewspaper #mediacoverage #all4modelsbymakeupbykritika #modelagency (at India) https://www.instagram.com/p/CL2exRQHCKP/?igshid=80uul7pvutmg
1 note · View note
skydivershweta · 3 years
Photo
Tumblr media
Stop crying over problems. Life is a battle and only warriors can survive on battlefield.🥷🏼🥷🏼 🪂🪂The mantra that made my dream of Flying with my own wings come true. . . . . . .. #baroda #vadodra #vadodarablogger #vadodaranews #vadodara_igers #vadodaracity #vadodarabaroda #officialvadodara #samacharvadodara #toptrendingnewsvadodara #gujaratisamachar #gujaratinewspaper #gujjustyle #gujjulife #gujjuchu #infogujarat #currentaffairsgujarati #gujarat_diaries #gujjugram #gujrattourism #exploregujarat #gujarati #gujarat. . . . ... @instagujarat_ @ourvadodara @gujju_storm @ametogtuvada @vadodara_lover @smartcity_vadodara @barodamirror @vadodarabaroda #3002 . Source: https://www.shethepeople.tv/news/who-is-shweta-parmar-gujarat-woman-civilian-skydiver/ (at Vadodara, Gujarat, India) https://www.instagram.com/p/CTMa4gxKWXF/?utm_medium=tumblr
0 notes
Photo
Tumblr media
wa.me/918000789880 The Gujarati Newspaper Get Daily All Newspaper in pdf to Your Phone +918000789880 What's App "Join" message on this number to join Newspaper Group #newspaper #epaper #gujaratinews #gujaratipaper #newspaper #todaynews #gujaratinewspaper https://www.instagram.com/p/B6kitG7hSF-/?igshid=j56v5vi4vgl8
0 notes
gujaratiexpress · 2 years
Text
ગુજરાતની શાળાઓમાં હવે ભણાવવામાં આવશે શ્રીમદ ભગવદગીતા, જાણો કયા-કયા ધોરણના વિધાર્થીઓના અભ્યાસક્રમમાં ઉમેરાશે શ્રીમદ ભગવદગીતા
ગુજરાતની શાળાઓમાં હવે ભણાવવામાં આવશે શ્રીમદ ભગવદગીતા, જાણો ક્યાં ક્યાં ધોરણના વિધાર્થીઓના અભ્યાસક્રમમાં ઉમેરાશે શ્રીમદ ભગવદગીતા... #gujaratinews #gujaratiexpress #gujarat #gujarati #news #gujaratnews #gujaratinewspaper #gujaratiexpress #newspaper
રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ગુજરાતમાં ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદગીતા ભણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 1 અને 2ના અભ્યાસક્રમમાં અંગ્રેજી દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ઉપરાંત અંગ્રેજીને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. શૈક્ષણિક વર્ષ 2022-23 થી ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો શાળા સંસ્કૃતિમાં સમાવેશ…
Tumblr media
View On WordPress
0 notes
garavigujarat · 1 year
Text
Tumblr media
ફિલ્મમાં બજેટ કરતા સ્ટોરીનું મહત્ત્વ વધુ છેઃ નવાઝુદ્દીન
Story is more important than budget in a film: #Nawazuddin
0 notes
satyamanthan · 2 years
Text
Tumblr media
0 notes
skydivershweta · 3 years
Photo
Tumblr media
This was big coverage!! . . . . .. #baroda #vadodra #vadodarablogger #vadodaranews #vadodara_igers #vadodaracity #vadodarabaroda #officialvadodara #samacharvadodara #toptrendingnewsvadodara #gujaratisamachar #gujaratinewspaper #gujjustyle #gujjulife #gujjuchu #infogujarat #currentaffairsgujarati #gujarat_diaries #gujjugram #gujrattourism #exploregujarat #gujarat #gujrati. . . . ... @instagujarat_ @ourvadodara @gujju_storm @ametogtuvada @vadodara_lover @smartcity_vadodara @barodamirror @vadodarabaroda #3005 Source:- https://www.aninews.in/news/national/general-news/28-year-old-vadodara-girl-becomes-gujarats-first-indias-fourth-licensed-civilian-woman-skydiver20210728091318/ (at Vadodara, Gujarat, India) https://www.instagram.com/p/CS4JaNSq1wY/?utm_medium=tumblr
0 notes
gujaratiexpress · 2 years
Text
આખરે ધોનીએ પોતે જ ખોલ્યું જર્સી નંબર 7 પસંદ કરવા પાછળનું કારણ….અંઘવિશ્વાસ કે લકી નંબર નથી…. જાણો કારણ….
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ આઈપીએલ 2022 સીઝનની શરૂઆત પહેલા એક ઈવેન્ટમાં આ રહસ્યનો ખુલાસો કર્યો હતો કે તે 7 નંબરની જર્સી શા માટે પસંદ કરી હતી. #gujaratinews #gujaratiexpress #gujarat #gujarati #news #gujaratnews #gujaratinewspaper #gujaratiexpress
કોઈપણ રમતમાં નંબરો સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. આ મુદ્દાઓ જીત અથવા હાર નક્કી કરે છે. પરંતુ આ સિવાય, કેટલાક નંબરો એવા છે જેની ખૂબ ચર્ચા થાય છે અને તેને કોઈના પ્રદર્શન અથવા તે રમતના પરિણામ સાથે કોઈ લેવાદેવા હોતા જ નથી. આ નંબર એટલે કે જે તે રમતના ખેલાડીઓના જર્સી નંબર છે. ફૂટબોલ સાથે ઘણું મહત્વ અને લાગણી જોડાયેલી છે. આ ટ્રેન્ડ ક્રિકેટમાં પણ કોઈને કોઈ સ્તરે ખેલાડીઓમાં જોવા મળે છે. ફૂટબોલમાં, 1, 9, 10…
Tumblr media
View On WordPress
0 notes
gujaratiexpress · 2 years
Text
પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને આવ્યા રાહતના સમાચાર
પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં હળવા થવાની આશા છે. રશિયા-યુક્રેન યુદ્ધથી પેટ્રોલ અને ડીઝલના આસમાનને આંબી રહેલા ભાવ હળવા થવાની ધારણા છે. આનું કારણ... #gujaratinews #gujaratiexpress #gujarat #gujarati #news #gujaratnews #gujaratinewspaper
પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં હળવા થવાની આશા છે. રશિયા-યુક્રેન યુદ્ધથી પેટ્રોલ અને ડીઝલના આસમાનને આંબી રહેલા ભાવ હળવા થવાની ધારણા છે. આનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં તીવ્ર ઘટાડો છે. ક્રૂડ ઓઈલના ભાવ 6 ટકાથી વધુ ઘટીને 100 ડોલરની નીચે પહોંચી ગયા છે. ત્રણ સપ્તાહમાં આ પ્રથમ વખત છે જ્યારે ક્રૂડ ઓઈલ આ સ્તરે પહોંચ્યું છે. રશિયાએ કહ્યું છે કે તે ઈરાનને પરમાણુ કરારને આગળ વધારવાની…
Tumblr media
View On WordPress
0 notes
gujaratiexpress · 2 years
Text
Google ના CEO સુંદર પિચાઈ પણ ઊંઘ્યાં વગર કામ કરવા માટે કરે છે આ ભારતીય યોગની NSDR પદ્ધતિ....
સમગ્ર વિશ્વમાં લોકો તણાવ મુક્ત રહેવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક Google ના CEO સુંદર પિચાઈ... #gujaratinews #gujaratiexpress #gujarat #gujarati #news #gujaratnews #gujaratinewspaper #gujaratiexpress #newspaper
સમગ્ર વિશ્વમાં લોકો તણાવ મુક્ત રહેવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. વિશ્વભરના બિઝનેસમેન્સ પણ તનાવમુક્ત રહેવા માટે ધ્યાન ધ્યાન તો સહારો લે છે. પરંતુ વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક Google ના CEO સુંદર પિચાઈ પોતાની જાતને અલગ રીતે આરામ આપે છે. પિચાઈએ જાહેર કર્યું છે કે તેઓ કામના તણાવને ઘટાડવા માટે NSDR (નોન-સ્લીપ ડીપ રેસ્ટ) પદ્ધતિનો ઉપયોગ કરે છે. સુંદર પિચાઈએ કહ્યું કે તેમને આ માહિતી…
Tumblr media
View On WordPress
0 notes
gujaratiexpress · 2 years
Text
સુરત મર્ડર કેસઃ ગ્રીષ્માના પરિવારજનોને જિલ્લા સેવા સત્તા મંડળ દ્વારા સહાય માટે આવશે આટલા રૂપિયા...
ગ્રીષ્મા હત્યા કેસની સુનાવણી દરમિયાન જિલ્લા સેવા સત્તા મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં માતા-પિતા અને ઘાયલ ભાઈઓ અને કાકાઓને.... #gujaratinews #gujaratiexpress #gujarat #gujarati #news #gujaratnews #gujaratinewspaper #gujaratiexpress #newspaper
સુરતમાં પ્રથમવાર પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રીષ્મા હત્યા કેસની સુનાવણી દરમિયાન જિલ્લા સેવા સત્તા મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં માતા-પિતાને દોઢ લાખ અને ઘાયલ ભાઈઓ અને કાકાઓને 1-1 લાખ આપવામાં આવશે. સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેસની સુનાવણી પહેલા ગુજરાત પીડિત વળતર યોજના હેઠળ મદદ માટે અરજી કરવામાં આવી…
Tumblr media
View On WordPress
0 notes